Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Rain updates - ગુજરાતમાં વરસાદનો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં મેઘમહેર

Gujarat Rain updates - ગુજરાતમાં વરસાદનો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં મેઘમહેર
, બુધવાર, 13 જુલાઈ 2022 (09:03 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં 9.5 ઈંચ વરસાદ થયો છે. સાથે કચ્છના અંજારમાં 8.5, ભુજમાં 8 અને ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વઘઈમાં 6.5 ઈંચ અને ડાંગ, વાંસદા, કરજણ તથા ડોલવણમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જ્યારે નખત્રાણા અને વ્યારામાં 6-6 ઈંચ અને ધનસુરા, રાજકોટ, માંડવી અને સોનગઢમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભરૂચમાં 5.25 અને મહુવા, વાલોદ તથા જોડિયામાં 5-5 ઈંચ વરસાદ થયો છે.
webdunia
ગુજરાતમાં વરસાદનો કહેર
ગુજરાતના કેટલાય જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યમાં વરસાદની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 60થી વધારે લોકોના મોત થયા છે. NDRF ની 13 ટીમો અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દેવામા આવી છે. તો વળી નર્મદા નદીમાં પુરના કારણે પ્રશાસન સતર્ક થયું છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Supermoon: ગુરૂ પૂર્ણિમા પર જોવા મળશે વર્ષનો સૌથી મોટો સુપરમૂન, દુનિયા જોશે અનોખો ચંદ્ર