Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Supermoon: ગુરૂ પૂર્ણિમા પર જોવા મળશે વર્ષનો સૌથી મોટો સુપરમૂન, દુનિયા જોશે અનોખો ચંદ્ર

Supermoon: ગુરૂ પૂર્ણિમા પર જોવા મળશે વર્ષનો સૌથી મોટો સુપરમૂન, દુનિયા જોશે અનોખો ચંદ્ર
, બુધવાર, 13 જુલાઈ 2022 (00:50 IST)
Supermoon 2022: 13 જુલાઈના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવાશે.  આ દિવસે ચંદ્ર સૌથી મોટો દેખાશે. એટલે કે વર્ષ 2022ની સૌથી મોટી ખગોળીય ઘટનાઓમાંથી એક સુપરમૂન 13 જુલાઈના રોજ જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્રમા પોતાના ધોરણમાં ઘરતીની સૌથી નિકટ હોય છે ત્યારે સુપરમૂન જોવા મળે છે. આવામાં ગુરૂ પૂર્ણિમાના અવસર પર દુનિયા અનોખા ચંદ્રના દીદાર કરશે.  રોજની તુલનામાં આ દિવસે ચંદ્ર તમને ખૂબ મોટો, ચમકીલો અને ગુલાબી જોવા મળવાનો છે, 
 
ક્યારે જોવા મળશે સુપરમૂન ? 
 
13 જુલાઈ ના રોજ ધરતી અને ચંદ્રમા વચ્ચેનુ અંતર ઘટી જશે. આ દરમિયાન ચંદ્રમાની દૂરી ધરતીથી માત્ર 357,264 કિલોમીટર રહેશે.  ખગોળવિદનુ માનીએ તો સુપરમૂન દરમિયાન તટીય વિસ્તારોમાં વાવાઝોડુ આવી શકે છે. સુપરમૂન 13 જુલાઈની રાત્રે 12:07 પર જોઈ શકાશે, તો બીજી બાજુ આવતા વર્ષે તે 3 જુલાઈએ જોવા મળશે.
 
ખુલ્લી આંખોથી જોવુ થશે મુશ્કેલ 
 
જો કે, થોડા કલાકો પછી, એક સુપરમૂન, ફુલમૂન દેખાશે, જે બે થી ત્રણ દિવસ સુધી જોઈ શકાશે. પરંતુ અત્રે એ ઉલ્લેખનીય છે કે તે પૂર્ણ ચંદ્ર નહીં હોય, પરંતુ ચંદ્રના આકારના કારણે એવુ જ જોવા મળશે. આ દરમિયાન ચંદ્ર પર છાયાની પટ્ટી ખૂબ જ પાતળી દેખાશે. જ્યારે તેને ખુલ્લી આંખોથી જોવું થોડું મુશ્કેલ હશે.
 
 શું હોય છે સુપરમૂન?
 
સુપરમૂનનો મતલબ થાય છે કે આ સમય દરમિયાન ચંદ્ર પોતાના આકારથી મોટો દેખાય છે. આ સાથે ચંદ્ર દરરોજ કરતાં વધુ તેજસ્વી દેખાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ સમય દરમિયાન ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ જાય છે અને ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂ પૂર્ણિમા વિશેષ - આ તહેવારને શ્રધ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહી