ગુજરાતે 1.90 લાખ કરોડના 314 પ્રોજેક્ટોની યાદી કેન્દ્રને આપી
, સોમવાર, 6 જાન્યુઆરી 2020 (11:37 IST)
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાાઈન (એનઆઈપી) હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનાં રોકવાની વિગતો રજૂ કરવાની ડેડલાઈન ચૂકી ગયા પછી ગુજરાતે 2019-20થી 2024-25 સુધી જુદા જુદા ક્ષેત્રોનાં 1.90 લાખ કરોડનાં રોકાણનો અંદાજ આપ્યો છે. ટાસ્ક ફોર્સ સમક્ષ રજૂ કરાયેલી વિગતોમાં 13 વિભાગોનાં 314 પ્રભાવિત પ્રોજેક્ટોની યાદી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પરનો ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જારી કર્યો હતો. એમાં કુલ 102 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની યાદી આપવામાં આવી છે. એ રોકાણ અંદાજમાં ગુજરાતનાં ઇન્પૂટ સમાવિષ્ટ નહોતા, કેમ કે રાજ્ય સરકાર ટાસ્ક ફોર્સને સમયસર યાદી બનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ અંદાજો મુજબ પ્રભાવિત રોકાણમાં 50,435 કરોડની દરખાસ્તો સાથો શહેરી વિકાસ વિભાગ સૌથી વધુ હિસ્સો છે. એ પછી 40,269 કરોડના રોકાણ હિસ્સા સાથે પેટ્રોકેમિકલ્સ વિભાગનો ક્રમ આવે છે. 37,181 કરોડની દરખાસ્ત સાથે રોડ અને બિલ્ડીંગ વિભાગ ત્રીજા નંબરે આવે છે. સ્વાતંત્ર્ય દિને પોતના પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં સામાજિક અને આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ બનાવવા આગામી પાંચ વર્ષમાં રૂા. 100 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
આગળનો લેખ