Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારનો નિર્ણય, વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ, ચાર્જ વીજ કંપની ભોગવશે સરકારના નિર્ણય પ્રમાણે સ્થળ પર પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે

ગુજરાત સરકારનો નિર્ણય, વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ, ચાર્જ વીજ કંપની ભોગવશે સરકારના નિર્ણય પ્રમાણે સ્થળ પર પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે
ગાંધીનગરઃ , શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:19 IST)
રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ હવે વધારાના વીજ લોડ પર દંડ નહીં ભરવો પડે. હવે સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ પણ વધારી શકાશે.ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે મોટી રાહત મળી છે. 
 
કિસાન સંઘની રજૂઆત બાદ લેવાયો નિર્ણય
લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત 31 મે 2023 સુધી લંબાવાઈ છે. કિસાન સંઘની રજૂઆત પર સરકારે આ નિર્ણય લીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહુડી મંદિરમાં ઉચાપતનો કેસ, માણસા કોર્ટે બંને આરોપી ટ્રસ્ટીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યાં