ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. તો બીજી તરફ લગ્ન પ્રસંગ અને દારૂની મહેફિલોમાં લાખો રૂપિયાનો દારૂ પીવાતો હતો. જેથી એમ લાગી રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. જેનું એક તાજું ઉદાહરણ ઉનાના કાલાપણમાં જોવા મળ્યું છે. જેનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉનામાં દારૂની ભવ્ય મહેફિલ યોજાઇ હતી. જેમાં કેટલાક લોકો દારૂની બોટલ લઇને નાચતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના ઉનામાં એક લગ્ન પ્રસંગની દારૂની છોળો ઉડી હતી. લોકો બિન્દાસ દારૂની મહેફિલ માણતા જોવા હતા. હાથમાં દારૂની બોટલો લઇને ધમાલ મચાવતા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ લોકો કાયદાનો કોઇ ડર ન હોય એવું લાગી રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક નબીરાઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યાં છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એક બીજા ઉપર અંતરની જેમ છાંટી રહ્યાં છે.
આ વાયરલ વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોની શંકાના આધારે પૂછપરછ આદરી છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો આ દારૂ હશે પોલીસ દ્વારા કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.