Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં દારૂબંધી પર અરજી- શું ખાવું-શું પીશું, સરકાર નક્કી કરી શકે નહી, સુનાવણી માટે હાઇકોર્ટ રાજી

ગુજરાતમાં દારૂબંધી પર અરજી- શું ખાવું-શું પીશું, સરકાર નક્કી કરી શકે નહી, સુનાવણી માટે હાઇકોર્ટ રાજી
, સોમવાર, 23 ઑગસ્ટ 2021 (17:33 IST)
ગુજરાતની વિજય રૂપાણી સરકારને ફરી એકવાર હાઇકોર્ટે ઝટકો લગાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દારૂબંધી વિરૂદ્ધ અરજી પર સુનાવણી માટે તૈયાર છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલે અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા માટે કહ્યું હતું જેને હાઇકોર્ટે નકારી કાઢી. 
 
જોકે, રાઇટ ટૂ પ્રાઇવેસીને હેઠળ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દારૂબંધી કાનૂનને પ્રાઇવેસીના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અરજીકર્તાનું કહેવું હતું કે કોઇ વ્યક્તિ ઘરે બેઠેલા શું ખાવું અને શું પીવું, તેને સરકાર નક્કી ન કરી શકે. 
 
હાઇકોર્ટ અરજી પર સુનાવણી કરશે કે નહી? તેને લઇને સોમવારે ચર્ચા થઇ હતી. આ દરમિયાન ગુજરાત સરકાર તરફથી હાજર એડવોકેટ જનરલે કહ્યું કે અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવી જોઇએ. પરંતુ હાઇકોર્ટે તેમની અરજીને નકારી કાઢી અને અરજી પર સુનાવણી માટે તૈયાર થઇ. દારૂબંધીના કાયદા વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાના બાથરૂમમાં લાગ્યો હતો કેમેરો પોળ ખુલી તો પતિનો નામ આવ્યુ સામે