Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લ્યો બોલો! ભાજપના નેતાઓ પણ કોપી પેસ્ટ શીખી ગયા, પેજ સમિતિ બનાવવા સીધી મતદારયાદીમાંથી જ કોપી કરી

CR Patil
, શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (12:10 IST)
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે ભાજપના જ કેટલાક મોટા નેતાઓએ પેજ સમિતિ બનાવવા ઘર ઘર સુધી જવાને બદલે ઘેરબેઠાં કામગીરી કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મોટા નેતાઓએ પેજ સમિતિ બનાવવા માટે લોક સંપર્ક કરવાને બદલે સીધી મતદારયાદીમાંથી ફોટાઓ અને વિગતની ઉઠાંતરી કરીને પેજ સમિતિ બનાવી દીધી હોવાનું સૂત્રોનું કહેવું છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેજ સમિતિ બનાવીને ઊંચું લક્ષ્ય હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પેજ સમિતિ બનવાથી ભાજપને મોટો ફાયદો થાય છે એ ભાજપના નેતાઓ પણ જાણે છે, આથી દરેક નેતાને પેજ સમિતિ બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પેજ સમિતિ બનાવવા પાછળનું કારણ એ છે કે દરેક પેજની એક જવાબદાર વ્યકિત પેજમાં સમાવિષ્ટ 30 મતદારને મતદાન મથક સુધી પહોંચાડે તો ભાજપને ફાયદો થાય.આ માટે મુખ્યમંત્રી સહિત દરેક ભાજપના નેતાઓને પેજ સમિતિ બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ માટે નિરીક્ષણ પણ કરવામાં આવે છે. પેજ સમિતિ બનાવવા માટે ભાજપ દ્વારા દ્વારા ગમે તેટલી ચકાસણી કરવામાં આવે તોપણ ભાજપના કેટલાક મોટા નેતાઓ પેજ સમિતિ બનાવવા માટે ‘નેતાગીરી’ કરી હોવાનું બહાર આવ્યું છે.

આ નેતાઓએ મતદારનાં ઘરે-ઘરે જવાને બદલે ચૂંટણીપંચ દ્વારા પ્રકાશિત કરાયેલી કલર ફોટા સાથેની યાદી મેળવી લીધી. આ યાદીમાંથી સીધો ફોટો લઈને પેજ સમિતિ બનાવી દીધી હોવાનું સૂત્રોનું કહેવું છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું કે ભાજપ તપાસ કરે તો પક્ષની આંખમાં ધૂળ નાખવાનું મોટું રેકેટ બહાર આવે એમ છે.એક પેજમાં 30 મતદાર હોય છે. ભાજપની ગણતરી પ્રમાણે એક પેજ-પ્રમુુખ નીમવામાં આવે તો તેના પરિવારના મત તો મળે છે, ઉપરાંત પેજ પ્રમુખ પાડોશીના મત પણ ભાજપમાં પડે એવા પ્રયાસ કરે. પરિણામે એક પેજમાં 30 મતદાર હોય તો ભાજપને ઓછામાં ઓછા 15 મત મળી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો ગુજરાત પોલીસે કર્યો પર્દાફાશ