Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત CMOએ કરી નાખી મોટી ભૂલ, ભારતના નક્શામાંથી કાશ્મીર ગાયબ

ગુજરાત CMOએ કરી નાખી મોટી ભૂલ, ભારતના નક્શામાંથી કાશ્મીર ગાયબ
, ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (12:39 IST)
ગુજરાત ચીફ મિનિસ્ટર ઓફિસ (સીએમઓ) દ્વારા મોટી ભૂલ થઈ ગઈ છે જેમાં ભગવા રંગમાં દેશને રંગવામાં કાશ્મીર જ ગાયબ થઈ ગયું. બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતો વીડિયો સીએમઓએ સત્તાવાર ટ્વિટ કરીને જારી કર્યો હતો. જેમાં ભારતના નક્શામાંથી આ વિસ્તાર ગાયબ થઈ ગયો છે. સીએમઓ દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાંથી હતી. સાંજે 4.30 કલાકે કરવામાં આવેલી ટ્વિટ દ્વારા વીડિયો ટ્વિટ કરાયો હતો. સૌથી ગંભીર વાત એ કે ટ્વિટ થયાના ગણતરીના સમયમાં રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી, ગુજ કોસ્ટના સાયન્ટિસ્ટ નરોત્તમ સાહુ સહિત 55થી વધુ લોકોએ રિટ્વિટ કરી નાખ્યો હોવા છતાં કોઈના ધ્યાનમાં આ ભૂલ આવી નહતી. રાજ્યમાં દેશની સૌ પ્રથમ આયોટેક્નોલોજીક યુનિવર્સિટીને લગતો એક વીડિયો સીએમઓના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ મેપમાં ભારતના ભગવા રંગના નક્શામાંથી પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના ભાગને બાદ કરાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુલંદશહેર હિંસા - સીએમ યોગીને મળ્યા શહીદ પોલીસ ઈંસ્પેક્ટરનો પરિવાર, 30 લાખની હોમ લોન ચુકવશે સરકાર