Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીના ગુજરાતમાં દારુબંધીને બંધબારણે હળવી કરવાનો તખતો ઘડાયો

ગાંધીના ગુજરાતમાં દારુબંધીને બંધબારણે હળવી કરવાનો તખતો ઘડાયો
, બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:43 IST)
ગુજરાત સરકાર દ્વારા છાના પગલે દારૃબંધીના આ અમલને ધીરે-ધીરે આંશિક હળવો  કરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારે ધીરે-ધીરે દારૃબંધીના નિયમો હળવા કરવાના ભાગરૃપે હવે ઊંચી કિંમત આપી શકે તેમને શરાબ મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગૃહ વિભાગે પાછલા બારણેથી રાજ્યમાં દારૃબંધી હળવી કરવા માટે અન્ય કેટલાક પગલા લેવાનું પણ શરૃ કરી દીધું છે.
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય અગાઉ ફાઇવ સ્ટાર, ફોર સ્ટાર હોેટેલમાં લાયસન્સ્ડ્ લિકર શોપ શરૃ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે રાજ્યના પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી છે કે જેને મંજૂરી આપવામાં આવે તો બૂટલેગરને મોકળું મેદાન મળી જશે અને રાજ્યમાં લિકરનો વ્યવસાય ધરાવનારાને જાણે જેકપોટ જ લાગશે. સચિવાલયના અત્યંત વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરઆર (રેગ્યુલર રિક્યુટર્સ) સેલ્સના રેન્જ આઇજી-ડીઆઇજી પાસેથી દારૃના અડ્ડામાં રેડ પાડવાની કે જે વાહનમાં દારૃ લઇ જવામાં આવતો હોય તેની ચકાસણીની મનાઇ ફરમાવવામાં આવે તેવો પ્રસ્તાવ ગુજરાતના ડીજીપી શિવાનંદ જાએ ગૃહવિભાગ સમક્ષ મૂક્યો છે.
દરેક રેન્જ આઇજી-ડીઆજી પાસે વિશિષ્ટ આરઆર સેલ્સ હોય છે. જેની કામગીરી બૂટલેગર-લિકર માફિયા-જૂગારના અડ્ડા કે સટ્ટાબાજો પર નજર રાખવાની હોય છે. પરંતુ હવે ભાજપના મોખરાના નેતાની ખૂબ જ નિકટ ગણાતા ડીજીપી શિવાનંદ જા હવે ગૃહ વિભાગ પર એવું દબાણ વધારી રહ્યા  છે કે આઇજી-ડીઆઇજી પાસેથી આ સત્તા છીનવી લેવામાં આવે. જેથી તેઓ લિકર માફિયા, બૂટલેગર્સ, જૂગારના અડ્ડા ચલાવનારા કે ક્રિકેટના સટ્ટાબાજો પર કોઇ પગલા લઇ શકે નહીં. આરઆર સેલ્સ પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવતા સરકાર એક સ્તરને એક એવા સ્તરને જ વિખેરવાની પેરવીમાં છે જે બૂટલેગરો-દારૃના અડ્ડા ચલાવનારા પર લગામ કસતા હોય છે.
આરઆર સેલ્સને વિખેરવામાં આવે તો તમામ રેન્જ આઇજી તેઓ નાખ-દાંત વિનાના સિંહ જેવા થઇ જશે. આ સ્થિતિમાં પોલીસના તમામ અધિકારો ગાંધીનગરના એસપી અને ડીજીપીના હાથમાં આવશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, 'રાજ્યની નીતિઓનો સારી રીતે  અમલ થાય માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે તે જરૃરી છે. પરંતુ ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે જ્યાં સરકાર અને ડીજીપી કેટલાક અધિકારીઓના હાથમાં સઘળી સત્તા આપી દેવા માગે છે. આ સ્થિતિમાં બૂટલેગરોનો માત્ર જે-તે જિલ્લાના એસપી સાથે પનારો પડશે અને ડીજીપીને છૂટ્ટો દોર મળી જશે. '

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBI ઓછી કિમંતમાં કરશે પ્રોપર્ટી લીલામ, તમે પણ ખરીદદાર બની શકો છો