જો તમે પ્રોપર્ટી(Property) ખરીદવા મંગી રહ્યા છે, તો SBI આપને માટે સારી તક લાવી રહી છે. SBI 10 ડિસેમ્બર (10 December)ના રોજ દેશભરમા& ઈ-લીલામી (e-Auction) કરશે. જેમા 1000 પ્રોપર્ટીનો મેગા ઈ-ઓક્શન થશે. જેમા તમે પણ બોલી લગાવી શકો છો. આ માટે તમને પહેલાથી જ અરજી કરવી પડશે.
આ મેગા ઈ-ઓક્શન માટે અરજી કરવા માટે તમારે વેબસાઈટ
https://sbi.auctiontiger.net/EPROC/ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આ ઉપરાંત
www.bankeauctions.com/sbi તરફથી પ્રોપર્ટી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ વેબસાઈટ પર ગયા પછી તમે પ્રોપર્ટી વિશે હોલ્ડ, માલિક અને લોકેશન વિશે માહિતી મેળવી શકો છો. તેનાથી તમે તમારા મન મુજબ પ્રોપર્ટી પર બોલી લગાવી શકો છો.
ઈ-લીલામીમાં ભાગ લેવા પ્રોપર્ટી સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) કરવી પડશે. આ સાથે જ સંબંધિત બેંક બ્રાંચમાં કેવાઈસી ડોક્યૂમેંટ સબમિટ કરવા પડશે. અને ડિઝિટલ હસ્તાક્ષર પણ હોવા જોઈએ. આ વસ્તુઓ જમા કર્યા પછી બિડરને ઈ-ઓક્શન માટે ઈમેલ આઈડી મોકલવામાં આવશે. જેની મદદથી નિશ્ચિત સમય અને તારીખના રોજ લોગ-ઈન કરીને લીલામીમાં ભાગ લઈ શકાય છે.