Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાકમાં ધરતીકંપના વધુ આઠ આંચકા

સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાકમાં ધરતીકંપના વધુ આઠ આંચકા
, શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (13:17 IST)
સૌરાષ્ટ્ર કચ્છની ધરતી છેલ્લા 10 દિવસથી અવિરત પણે ભૂકંપના આંચકાથી ધણધણી રહી છે. તેવામાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ આઠ આંચકા ધરતીકંપના નોંધાયા છે. ગત સપ્તાહના પ્રારંભથી જ ચોમાસુ પુરૂ થતા જ ધરતીના પેટાળમાં સખળ ડખલ શરૂ થતા અવિરત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. તેમાં પણ જામનગર જીલ્લો તો ટાર્ગેટ પર આવી ગયો હોય તેમ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 1.8થી 1.9 કીમી સુધીની ઉંડાઈ પર કેન્દ્રબીંદુ ધરાવતા અને 3.1 સુધીની તીવ્રતા વાળા વધુ ચાર આંચકા જામનગર જીલ્લામાં આવ્યા હતા. આ સિવાય પણ તાલાલા- સુરેન્દ્રનગર પંથકમાં એક એક અને કચ્છ પંથકમાં બે ધરતીકંપના હળવા આંચકા નોંધાયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાથી લોકોને અસર ઓછી થઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharastra Election Result - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019, પક્ષવાર સ્થિતિ