Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake - દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નીકળ્યા લોકો

Earthquake - દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નીકળ્યા લોકો
, બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (11:04 IST)
Earthquake in Delhi-NCR: રાષ્ટ્રીય રાજધાની અને આસપાસન વિસ્તારમાં બુધવારે સવારે ભૂકંપના હલકા ઝટકા અનુભવ કરવામાં આવ્યો. જો કે તેનાથી કોઈ પ્રકારના નુકશાનની કોઈ સૂચના નથી. 
 
ભૂકંપના ઝટકા સવારે લગભગ આઠ વાગ્યે આવ્યા. ઊંચી ઈમારતોમાં અનેક લોકો ભૂકંપના ઝટકા અનુભવ કર્યા પછી બહાર નીકળી આવ્યા. ભૂકંપની તીવ્રતા અને તેના કેન્દ્ર વિશે તત્કાલ માહિતી મળી શકી નથી. 
 
ભૂકંપ આવ્યા પછી શુ કરો 
 
ભૂકંપ આવતા પહેલા તેની માહિતી હોવાની શક્યતા નથી હોતી. આવા સમયે આ સમજવુ મુશ્કેલ હોય છે કે શુ કરવુ યોગ્ય રહેશે.  આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપના સમાચાર આવતા જ લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ. એવામાં તમે કેટલાક ઉપાય અપનાવીને ખુદને અને તમારા પરિજનોને આ વિપદાથી બચાવી શકો છો. આવા સમયે મકાન, ઓફિસ કે કોઈ બિલ્ડિંગમાં જો કોઈ હાજર છે તો ત્યાથી તેમને બહાર કાઢીને ખુલ્લામાં લઈ જાવ. ત્યારબાદ ખુલ્લા મેદાન તરફ ભાગો.  ભૂકંપ દરમિયાન ખુલ્લા મેદાન કરતા વધુ સુરક્ષિત કોઈ સ્થાન નથી. ભૂકંપની સ્થિતિમાં કોઈ બિલ્ડિંગની આસપાસ ન ઉભા રહો.  જો તમે એવી બિલ્ડિંગમાં છો જ્યા લિફ્ટ છે તો આવી સ્થિતિમાં લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. સીઢીનો જ ઉપયોગ કરો. 
 
ભૂકંપ દરમિયાન ઘરના દરવાજા અને બારી ખુલ્લા મુકો આ ઉપરાંત ઘરની બધી લાઈટ સ્વિચ ઓફ કરો. જો બિલ્ડિંગ ખૂબ ઊંચી હોય તો તરત ઉતરવુ શક્ય નથી તો બિલ્ડિંગમાં રહેલા કોઈ ટેબલ કે બેડ નીચે સંતાય જાવ.  ભૂકંપ દરમિયાન લોકોએ એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે તેઓ પૈનિક ન કરે અને કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે. આવામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pulwama Terror Attack: સલમાન ખાનની ફિલ્મમાંથી પાકિસ્તાની સિંગરનુ ગીત થયુ કેન્સલ