Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi Violence Live Updates: 20 મોત, કેજરીવાલે સેના બોલાવવાની કરી માંગ

Delhi Violence Live Updates: 20 મોત, કેજરીવાલે સેના બોલાવવાની કરી માંગ
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (12:12 IST)
દિલ્હીમાં થયેલ હિંસા પછી આજે પરિસ્થિતિ સામાન્ય છે. બુધવારે દિલ્હીના બધા મેટ્રો સ્ટેશન ખોલી દેવામાં આવ્યા છે. જો કે મૃતકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. સીએએના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે રવિવારથી ભડકેલી હિંસાએ મંગલવારે ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ. સૌથી વધુ હિંસા મૌજપુર અને કર્દમપુરીમાં થઈ. અહી સીએએના વિરોધી અને સમર્થક ખુલેઆમ ફાયરિંગ કરતા રહ્યા. 
 
- દિલ્હીના અનેક વિસ્તારોમાં થઈ રહ્યુ છે ફ્લેગ માર્ચ 
- દિલ્હીના અનેક વિસ્તારોમાં શાંતિ વ્યવસ્થા કાયમ કરવા માટે સુરક્ષા બળ ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. 
-મરનારાઓની સંખ્યા થઈ 20 
- જી ટીવી હોસ્પિટલના એમડી સુનીલ કુમારે માહિતી આપી છે કે મૃતકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. 
webdunia
કેજરીવાલે સેના બોલાવવા માટે લખ્યો પત્ર 
 
કેજરીવલે બુધવારે એક ટ્વીટના માધ્યમથી બતાવ્યુ કે તે આખી રાત મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં રહ્યા.  આ સ્થિતિ તનાવપૂર્ણ છે.  બધા ઉપાયો પછી પણ પોલીસ સ્થિતિને કાબુમાં ન કરી શકી. સેનાને બોલાવવી જોઈએ અને કરફ્યુ લગાવી દેવો જોઈએ.  હુ આ માટે ગૃહમંત્રીને પત્ર લખી રહ્યો છુ. 
 
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ રજુ કરી છે અને વરિષ્ઠ અધિકારીઓને દિલ્હી હિંસા સાથે જોડાયેલ અરજીની સુનાવણી દરમિયાન હાજર રહેવા માટે કહ્યુ છે. 
 
- હાઈકોર્ટના આદેશ પછી ચાંદબાગથી બીજા હોસ્પિટલમાં શિફ્ટ થયા ઘાયલ 
 
- ડીસીપી ડીકે ગુપ્તાએ જણાવ્યુ કે ચાંદ બાગના હોસ્પિટલમાં 4 શબ અને 20 ઘાયલ હતા. અમે હાઈકોર્ટના આદેશ મુજબ તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હતા. હવે બધા પીડિતોને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી તેમની સારી સારવાર મળી શકે. 

જુઓ ત્યા ઠારનો આદેશ - હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસને હવે દબંગાઇઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્થિતિનો તાગ મેળવવા માટે એનએસએ ડોભાલ મંગળવાર મોડી રાત્રે હિંસાથી અસગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. તેમણે ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસાગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો. ડોભાલ બુધવારના રોજ પણ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત કરી શકે છે.
 
સુરક્ષાકર્મીઓની સંખ્યા વધી -  આજે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસને લઇ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી જોડાયેલા હતા. જેમને ટ્રમ્પના સ્વદેશ પરત ફરતા જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવાયા છે. ટ્રમ્પ મંગળવારે મોડી સાંજે સ્વદેશ પાછા ફર્યા.
webdunia
કેબિનેટની બેઠકમાં ચર્ચા - મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળવાની છે. જેમાં દિલ્હીમાં થયેલી હિંસાનો મુદ્દો ઉઠી શકે છે. જો આમ થયું તો તેને લઇ સરકાર આગળની રણનીતિ પર ચર્ચા કરી શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Khambhat Violence- ખંભાત તોફાન: અકબરપુરા વિસ્તારમાં 8000થી વધુ લોકો ઘર છોડીને રવાના થયા