ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દલિત વ્યક્તિના લગ્ન સામેલ લોકો પર કેટલાક લોકોએ કથિત રીત પથ્થરમારો કર્યો હતો. એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે લોકો વરરજાના કેટલાક સંબંધીઓએ પરંપરાગત સાફો પહેરવા અને મ્યુઝિક વગાડવામાં આવતા નારાજ થયા હતા. અંબાલિયારા પોલીસ મથકના નિરીક્ષક આર એમ દામોરએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે સર્જાઇ હતી જ્યારે લીંચ ગામમાં લગ્ન હતા. તેમણે જણાવ્યું હતું કે રાજપૂત સમાજના નવ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વરરાજાના એક સંબંધી દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદનો ઉલ્લેખ કરતાં અધિકારીએ કહ્યું હતું કે જાન જ્યારે ગામમાં પહોંચી તો લીંચના કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આરોપીઓએ લગ્નમાં સામેલ દલિત પુરૂષો અને મહિલાઓના સાફા પર વિરોધ પ્રગટ કર્યો હતો. તેમણે જાન પર પથ્થરમારો કર્યો હતો અને જાતિગત ટિપ્પણી પણ કરી હતી.
ફરિયાદ અનુસાર ફરિયાદકર્તા અને પરિવારના અન્ય સભ્યોએ આરોપીઓ પાસે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને પથ્થરમારો રોકવાનો અનુરોધ કર્યો, એક આરોપીએ કથિત રીતે દુલહનના એક સંબંધી પર હુમલો કર્યો. દામોરે કહ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે તે વર પક્ષને લગ્ન દરમિયાન સાફો ન બાંધવા અને ડીજે સિસ્ટમ પર ગીતો ન વગાડવાની ચેતાવણી આપી હતી. તેમણે ફરિયાદ અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારવાની ધમકી આપી હતી.
તેમણે કહ્યું કે નવ લોકો વિરૂદ્ધ રમખાણ, હુમલો, જાતિવિષયક ટિપ્પણી અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી.