Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપમાં હવે 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લામેન્ટ્રી બેઠક મળશે

ભાજપમાં હવે 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લામેન્ટ્રી બેઠક મળશે
, ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (11:36 IST)
ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયર પદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરોમાં મહિલા મેયર સત્તારૂઢ થશે.સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે. જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.
અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત
વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને 159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠકો મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયર પદ માટે પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના છે. 
વડોદરામાં પહેલાં જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે
બીજી તરફ વડોદરામાં પહેલાં જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલાં OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે. રાજકોટમાં ભાજપ 68 અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકોમાં છે.ભાવનગરમાં પહેલા મહિલા અને પછી ઓબીસી ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપને 44 અને કોંગ્રેસને આઠ બેઠકો મળી છે. જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શિડ્યુઅલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપને 50 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. રાજ્યના છ શહેરોમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય બજારોમાં આજે સતત ત્રીજા દિવસે સોનાના વાયદામાં ઘટાડો નોંધાયો