Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBSE 10th Result 2021 : બોર્ડે જાહેર કર્યુ ઘોરણ 10નુ પરિણામ રજુ, 5 ચરણોમાં આ રીતે જુઓ પરિણામ

CBSE 10th Result 2021 : બોર્ડે જાહેર કર્યુ ઘોરણ 10નુ પરિણામ રજુ, 5 ચરણોમાં આ રીતે જુઓ પરિણામ
, મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (12:23 IST)
CBSE 10th Result 2021: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 10 માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની મેરિટ યાદી જાહેર કરી નથી,બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર દસમાનુ પરિણામ રજુ કર્યુ છે. વિદ્યાર્થી બોર્ડની સત્તાવર વેબસાઈટ દ્વારા પોતાનુ પરિણામ જોઈ શકે છે.  પરિણામ વ્યક્તિગત અને સ્કુલ-વાર સત્તાવાર વેબસાઈટ  cbseresults.nic.in પર મળી જશે.  વિદ્યાર્થીઓ રોલ નંબર અને અન્ય વિગતનો ઉપયોગ કરીને પરિણામ ડાઉનલોડ કરી શકો છો અને સ્કુલ પોતાના લોગિન વિગતનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. જે લોકોને પોતાનો રોલ નંબર ખબર નથી તેઓ  cbseresults.nic.in  પર રોલ નંબર ફાઈંડરનો ઉપયોગ કરી શકે છે. 
 
સીબીએસઈ ધોરણ 10નુ પરિણામ 
 
વેબસાઈટ ઠપ પડે તો શુ કરશો ?   જો વેબસાઈટ લોડ નથી થઈ રહી તો પરિણામ ડિજિલૉકર અને ઉમંગ એપ પર જોઈ શકાય છે. 
 
CBSE 10 Result:આ રીતે જુઓ પરિણામ 
 
વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનુ પરિણામ જોઈ શકે છે. વધુ માહિતી માટે આ ડાયરેક્ટ લિંક પર જઈને જોઈ શકે છે. 

એસએમએસ અને ઉમંગ એપ દ્વારા આ રીતે જુઓ પરિણામ 
 
સૌથી પહેલા વિદ્યાર્થીઓએ ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકશો છે. ત્યારબાદ  ઉપલબ્ધ વિકલ્પમાં CBSE પસંદ કરો અને તે પછી તમારી  લોગિન વિગતો દાખલ કરો. જેવુ વિદ્યાર્થીઓ તેમની વિગતો દાખલ કરશે, તેમનું 10 નું પરિણામ સ્ક્રીન પર આવી જશે. 
 
વિદ્યાર્થી એસએમએસ દ્વારા પણ દસમાનુ પરિણામ મંગાવી શકે છે.  આ માટે વિદ્યાર્થીઓએ  CBSE10 < ROLLNUMBER > < ADMITCARDID >નોંધાવીને 7738299899 નંબર પર સેંડ કરો. આ રીતે તમારુ પરિણામ જણ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાવણ મહિનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય - સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનામાં આ વર્ષે પણ લોકમેળાઓનુ આયોજન નહી થાય