Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત- કર્મચારી/પેન્શનરોનો હિતલક્ષી નિર્ણય

government employees
, મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (08:16 IST)
રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે ચુકવાશે.
 
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું
નીતિન પટેલની મોટી જાહેરાત
સપ્ટેમ્બર માસના પગારથી મળશે લાભ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા હતું
મોંઘવારી ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો.
 
તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ- કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એકસાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી એનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર, ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ હંમેશાં અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યારસુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં 11 ટકાના વધારા સાથે 28 ટકાનું મોંઘવારું ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે આજે નાણાં વિભાગમાંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા પણ એની મંજૂરી આપવામાં આવી છે. એ મુજબ ગુજરાત સરકાર પણ ભારત સરકારના ધોરણે મોંઘાવારી ભથ્થું આપશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદ માટે દેવતાને ખુશ કરવા 6 બાળકીઓને નિર્વસ્ત્ર કરીને આખા ગામમા ફેરવી