Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

amrit bharat express
, મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (11:53 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી/વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે.

આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે.ભારતીય રેલવે દ્વારા છેલ્લાં થોડાંક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી/વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. ભારતીય રેલવે દ્વારા છેલ્લાં થોડાંક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'જ્યાં જુઓ ત્યાં મૃતદેહો, શહેર આખું ગંધાતું હતું', આજથી 44 વર્ષ પહેલાં મોરબીમાં શું થયું હતું?