Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23 દેશો સુધી ફેલાયો કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ, WHOના વડાએ આપી આ ચેતવણી

23 દેશો સુધી ફેલાયો કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ, WHOના વડાએ આપી આ ચેતવણી
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (23:48 IST)
કોરોના વાયરસનો ઓમિક્રોન પ્રકાર ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. બુધવારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે ઓમિક્રોન ડબ્લ્યુએચઓના છ માંથી પાંચ પ્રદેશોમાં ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. WHOના વડાએ આશંકા વ્યક્ત કરી હતી કે ઓમિક્રોન વેરિઅન્ટ હજુ પણ વધુ દેશોમાં ફેલાશે. ઓમિક્રોન વેરિઅન્ટે વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.
 
ઘણા આરોગ્ય નિષ્ણાતોએ ઓમિક્રોન વેરિઅન્ટને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક ગણાવ્યું છે. કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, વિશ્વના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી મર્યાદિત કરી છે. કોવિડનો આ પ્રકાર એવા લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમને રસી આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે તેમાં સંક્રમણ વધવાનું જોખમ વધારે છે.
 
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એડ્રિયન પૂરને કહ્યું છે કે વિચાર્યું  હતુ કે શું તે ડેલ્ટા વેરિઅન્ટને વટાવી જશે? આ હંમેશા એક પ્રશ્ન રહ્યો છે. સંભવતઃ ટ્રાન્સમિશનના સંદર્ભમાં તે એક સ્પેશિયલ વેરિએન્ટ છે.

 
ઓમિક્રોન વિશે હજુ વધુ માહિતી નથી , જેમ કે તે કેટલું સંક્રમિત છે, શુ તે વેક્સીન દ્વારા હારી શકે છે કે નહી . જો કે, યુરોપિયન કમિશનના વડાએ સ્વીકાર્યું હતું કે વિશ્વને વૈજ્ઞાનિકોને વધુ જવાબો પ્રદાન કરવામાં લાંબો સમય લાગી શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ભારતે ઘણા કડક પગલાં લીધા છે, ખાસ કરીને જોખમવાળા દેશમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ લઈને સાવધાની રાખી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઑમિક્રોનના સંકટને જોતા આ વર્ષે નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ