Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

Shaniને રિઝવવા માટે દર શનિવારે આ રીતે દીપક પ્રગટાવો

શનિને રિઝવવા
, શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (18:06 IST)
શનિવારે શનિ અને હનુમાનજીનુ પૂજન વિશેષ રૂપે કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે.  આ જ કારણે અનેક લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે. અહી જાણો શનિવારે કરવામાં આવતા નાના નાના 6 ઉપાયો. 
 
1. દીપક પ્રગટાવો - સૂર્યાસ્ત સમયે કોઈ એવા પીપળાના ઝાડ પાસે દીપક પ્રગટાવો જે સુમસામ સ્થળ પર હોય કે કોઈ મંદિરમાં આવેલ પીપળા પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
webdunia

2. શનિને ભૂરા પુષ્પ ચઢાવો - શનિદેવને તેલ ચઢાવો પૂજા કરો. શનિદેવને ભૂરા પુષ્પ ચઢાવો અને શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો. 
 
3. પીપળ પર જળ ચઢાવો - દર શનિવારે પીપળને જળ ચઢાવો. પૂજા કરો અને સાત પરિક્રમા કરો. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરો. 
webdunia

4. તેલનું દાન કરો - દર શનિવારે સવાર-સાંજ સ્નાન વગેરે કર્મોથી પરવારીને તેલનું દાન કરો. આ માટે એક વાડકીમાં તેલ લો અને તેમા તમારો ચેહરો જુઓ પછી તેલનુ દાન કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને કરો. 
 
5. સિંદૂર ચઢાવો - હનુમાનજીને સિંદૂર અને ચમેલી ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો - હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં કરવામાં આવે છે. આ કારણે બજરંગબલીન પ્રસન્ન કરવા માટે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપય દ્વારા હનુમાનજીની સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સગીરા સાથે પ્રેમ કરતા યુવકનું સગીરાના પરિવારે અપહરણ કરીને નર્મદા કેનાલમાં ફેંક્યો