Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના સીએમ કેજરીવાલનુ રાજકોટમાં આગમન, સાંજે 6 વાગે વિશાળ સભાને કરશે સંબોધિત

kejrival
, બુધવાર, 11 મે 2022 (15:43 IST)
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટના એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
આપના નેતાઓ એરપોર્ટ પર હાજર રહ્યા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ખાતેથી અરવિંદ કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસ ખાતે પહોંચ્યા હતા.
 
ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં રાત્રિરોકાણ કરશે
AAP નેતા ઇસુદાન ગઢવીએ કાર્યક્રમની વાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટથી હોટલ ઇમ્પીરિયલ પેલેસ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે. એમાં પહેલા હોટલ ઇમ્પીરિયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્ત્વની બેઠક યોજશે તેમજ સાંજે 5:00 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. સાંજે 6થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ 12 સાયન્સ પ્રવાહ પછી શું કરવુ અહીં જાણો માત્ર એક ક્લિકમાં