Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad-Rajkot Highwayઅમદાવાદ-રાજકોટ હાઈવેના બગોદ્રામાં મોટો અકસ્માત, ત્રણ ટ્રકમાં આગ, બેના મોત

Ahmedabad-Rajkot Highwayઅમદાવાદ-રાજકોટ હાઈવેના બગોદ્રામાં મોટો અકસ્માત, ત્રણ ટ્રકમાં આગ, બેના મોત
, ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (16:28 IST)
social media


Ahmedabad-Rajkot Highway અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે બુધવારે રાત્રે કેમિકલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. તેની અસરથી ત્રણ ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રોહિકા ચોક પાસે બની હતી. હાઇવે પર ટ્રક અથડાયા બાદ બંને બાજુથી વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ગત વર્ષે પણ બગોદ્રામાં હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા.
 
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક ટેન્કર સહિત એક ટ્રકમાં આગ લાગી હતી. જે બાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કપડાના રોલ ભરેલી ટ્રક રોંગ સાઈડમાં ઉભી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
લગભગ પાંચ કલાક બાદ વાહનવ્યવહાર સામાન્ય થયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. આ પહેલા પણ અમદાવાદ સાથે જોડાયેલા નેશનલ હાઈવે પર અનેક મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video - ઈલેક્ટ્રિક કારથી બની રહ્યો છે ગાજરનો હલવો, વાયરલ થઈ રહી છે આ રીત