Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોઝામ્બિકમાં વિરોધપ્રદર્શનો વચ્ચે 1,500 કેદીઓ જેલમાંથી ફરાર

મોઝામ્બિકમાં વિરોધપ્રદર્શનો વચ્ચે 1,500 કેદીઓ જેલમાંથી ફરાર
, ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (15:33 IST)
આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં પોલીસનું કહેવું છે કે ચૂંટણીનાં પરિણામો સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોનો ફાયદો ઉઠાવીને 1,500 કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા છે.
 
દેશના પોલીસ પ્રમુખ બર્નાડો રાફાએલનું કહેવું છે કે સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણમાં 33 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને 15 લોકો ઘાયલ છે.
 
જોકે, આ ફરાર કેદીઓ પૈકી 150 જેટલા કેદીઓને ફરી પકડી લેવામાં આવ્યા છે.
 
મોઝામ્બિકમાં સોમવારે એક અદાલતના ચુકાદા બાદ વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં. કોર્ટે ઑક્ટોબરમાં થયેલી ચૂંટણીમાં સત્તારુઢ ફ્રિલિમો પાર્ટીની જીતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
 
મોઝામ્બિકમાં વર્ષ 1975થી આ જ પાર્ટી સત્તામાં છે. દેશમાં ઑક્ટોબરમા થયેલી વિવાદાસ્પદ ચૂંટણી બાદ અશાંતિ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video - પંક્ચર બનાવી રહ્યો હતો મૈકેનિક, અચાનક ફાટ્યુ ટાયર અને ઉડી ગયો અબ્દુલ, દુર્ઘટનાનો Video જોઈને સન્ન રહી ગયા લોકો