Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ હાટકેશ્વર બ્રિજના આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા

Hatkeswar Bridge
, ગુરુવાર, 1 જૂન 2023 (16:21 IST)
અમદાવાદમાં 40 કરોડ રૂપિયા લઈને નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી.

અગાઉ આ આરોપીઓ પૈકી અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટે ફગાવી હતી. જે બાદ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ આ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવાતા ચારેય આરોપીઓએ ખોખરા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું. ખોખરા પોલીસે ચારેય આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી. જેમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે તમામ આરોપીઓ અને શક્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ તેજ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 year Projects- મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત