Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ કોર્પોરેશને 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં 11 લોકો પોઝિટિવ હતા

અમદાવાદ કોર્પોરેશને 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં 11 લોકો પોઝિટિવ હતા
, ગુરુવાર, 26 માર્ચ 2020 (12:25 IST)
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ વિદેશથી આવેલા લોકોના નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આ પ્રકારના 14 કેસોમાં 11 કેસ વિદેશથી અથવા તો અન્ય રાજ્યમાંથી આવેલા લોકોનાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કેસો પોઝિટિવ આવ્યા છે અને ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. તેવી 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું છે. Amcએ જણાવ્યું છે કે જો તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે મિત્ર- સગા આ 11 ફ્લાઇટમાં આવ્યા હોય અને જો તેઓ હોમ ક્વોરોન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરી જાણ કરવી. AMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 12 પોઝિટિવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરોન્ટાઇન કરી દીધા છે પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય. આ 11 ફલાઇટમાં આવેલા પેસેન્જરને જતા એક કેબના ડ્રાઈવર પણ સંક્રમણના કારણે પોઝિટિવનો ભોગ બન્યો છે. જેથી આ ફ્લાઈટમાં આવેલા લોકોને લઈ જનારા અથવા લેવા ગયેલા લોકો પણ સંક્રમણમાં આવ્યા હોય શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં કોરોના વાઈરસના 8 કેસ પોઝિટિવ, 40 નેગેટિવ