Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્વારકા બાદ રાજ્યના આ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો, નોટિસ મુકવામાં આવી

dakore
, શનિવાર, 15 જુલાઈ 2023 (12:48 IST)
રાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવી છે. આ પહેલા ગઈકાલે દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો તેમજ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી ત્યારે હવે દ્વારકા બાદ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શક્સે નહીં.

આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે.રાજ્યમાં પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવું દ્વારકાનું જગતમંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ ધર્મસ્થાન છે અને દરરોજ હજોર શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે ગઈકાલે દર્શનાર્થે આવતા ભક્તો માટે એક નિર્ણય કરવાનો આવ્યો હતો જેમાં મંદિરના પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ સાથે જ મંદિરની બહાર મોટા બેનર પણ લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થી આવતા હોય છે જેને લઈને હવે સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરવામાં આવી હતી.

દ્વારકા જગત મંદિરમાં આવતા ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા હતા. આ સિવાય જૂદા જૂદા માધ્યમોથી પણ દર્શનાર્થે આવતા ભક્તોને માહિતી આપવામાં આવી રહી છે. દ્વારકાવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત સ્થાનિક તંત્ર, હોટેલના માલીકો, રીક્ષાચાલકો તેમજ અન્ય સ્થાનિક નાગરિકોને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Anand News -મહેસાણાના બેચરાજીમાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા