Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ બાદ નર્મદા જિલ્લામાં 10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું નિર્માણ થશે

અમદાવાદ બાદ નર્મદા જિલ્લામાં 10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું નિર્માણ થશે
, સોમવાર, 28 માર્ચ 2022 (09:41 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિશ્વ ફલક પર સ્થાન મેળવી ચૂકેલો નર્મદા જિલ્લો હાલમાં વિકાસની ગતિ પકડી રહ્યો છે. ભલે ગુજરાતના છેવાડે બોર્ડર પર આવેલો અને આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લામાં ઘણા વર્ષો પછી વિકાસની વણઝાર થઇ રહી છે.

જિલ્લાના વિકાસમાં ટીમ નર્મદાના જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સતત કામ કરી CSR ફંડ એકત્રિત કરીને પણ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ ઉભી કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના નિતી આયોગ સહીત ખાનગી કંપનીઓ પાસે ફંડની માંગણી કરીને અઢળક સુવિધાઓ લાવ્યા છે. સુવિધાઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે જે સાયન્સ સીટીના રૂપમાં સાકાર થશે. ગુજરાતમાં અદાવાદ બાદ હવે નર્મદા જિલ્લામાં બીજી સાયન્સ સિટીનું નિર્માણ થશે. સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયન્સ સિટીનો પ્રોજેક્ટ બનાવી પ્રપોઝલ સરકારમાં મોકલતા સરકાર દ્વારા મંજૂરી મળી છે અંદાજિત 2 એકર જમીનમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદામાં સાયન્સ સીટી બનશે.નવી બનનારી સાયન્સ સીટીમાં મુખ્યત્વે સાયન્સ ને લગતા વિવિધ પ્રોજેકટના મોડલ્સ, મેથેમેટિક્સના મોડલ્સ, એકવેરિયમ, મિરર મર્ઝ, વિવિધ કોમ્યુટર ગેમ શૉ, આકાશ દર્શન ફિલ્મ, સૂર્યમંડળ, કવિઝ કોમ્પિટિશન સહિત અનેક વિશેષતાઓ આ સાયન્સ સિટીના કેમ્પસમાં ઉપલબ્ધ થશે.નર્મદા જિલ્લામાં વર્ષોથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ ખુબ ઓછા હોય છે. ગણિત વિજ્ઞાન વિષયોનું પરિણામ પણ ખુબ નીચું જોવા મળે છે. જેથી આ વિસ્તારના આદિવાસી બાળકોને ગણિત વિજ્ઞાન વિષયમાં રુચિ કેળવાય એક સાયન્સ સીટી જિલ્લામાં હોય તેની મુલાકાત બાળકો વારંવાર લે પ્રયોગો અને ટેક્નોલોજીના નમૂનાઓ જુવે શીખે. ધીમે ધીમે ગણિત વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય આ સાથે સાયન્સ સીટી પ્રવાસન સ્થળ પણ બની રહે એવી સુંદર સાયન્સ સિટીનું નિર્માણ હવે નર્મદામાં થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મજૂરીએ આવેલી સગીરાને માલિકે પીંખી નાખી- મકાનના બાંધકામમાં આવેલી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, આખરે પીંખીને જ છોડી