અમદાવાદમાં સાયન્સ સિટીમાંના વિઝિટ ફીમાં બે ફામ વધારો કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે સાયન્સ સિટીમાં સુવિધાઓના નામ પર પ્રતિ વ્યક્તિ વિઝિટ ખર્ચ ₹1850 થાય એટલી ઉંચી ફી લાદી દીધી છે.
મોઢવાડિયાએ કહ્યુ કે પહેલા માત્ર ₹20 એન્ટ્રી ફી અને ₹20 પાર્કિગ ફી વસુલવામાં આવતી હતી. જેની સામે હવે ₹50 એન્ટ્રી ફી અને ₹50 પાર્કિંગ ફી સાથે રોબોટિક ગેલેરી વિઝિટ ફી ₹250, એક્વાટિક ગેલેરી વિઝિટ ફી ₹250, 3D સ્કેનર/પેન્ટર વિઝિટ ફી ₹500, રોબો પેન્ટર વિઝિટ ફી ₹200 સહિતની અલગ અલગ ફી ના નામે પ્રતિ વ્યક્તિ ₹1850 રૂપિયા વસુલવામાં આવશે.
મોઢવાડિયાએ ઉમેર્યુ કે સામાન્ય ભાષામાં સમજીએ તો માત્ર ચાર વ્યક્તિનો પરિવાર સાયન્સ સિટીની વિઝિટ માટે જાય તો પણ ₹7400 જેટલો ખર્ચો થાય એટલી ઉંચી ફી લાદવામાં આવી છે, એટલે ગરીબ અને મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ સાયન્સ સિટીના વિઝીટ તો દુર તે બાજુ ડોકાવવાની પણ હિમ્મત ના કરી શકે.આ માત્ર વિઝિટ ફી માં વધારો નહી, ઉઘાડી લૂંટ છે. સાથે જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના સાયન્સ સિટીના મુળ ઉદ્દેશ્યની પણ હત્યા છે. લોકશાહીનું ગળુ ઘોટી બિઝનેશ મોડલ આધારીત કંપની રાજ લાદી દેવાનું ષડયંત્ર છે.
સાયન્સ સિટી, અમદાવાદ નવી વિઝિટ ફી
એન્ટ્રી ફી - ₹50
કાર પાર્કિગ ફી - ₹50
રોબોટિક ગેલેરી - ₹250
એક્વાટિક ગેલેરી - ₹250
3D સ્કેનર/પેન્ટર - ₹500
રોબો પેન્ટર - ₹200
VR - ₹200
5D થિએટર - ₹150
અન્ય રાઈડસ - ₹200