Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઢાઢર નદીમાં 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ

crocodile
, શનિવાર, 7 મે 2022 (20:25 IST)
ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ ઝુંડમાં એક બે નહિ, પરંતુ 20થી 25 મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા છે.  ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
 
 મગરો પાણીમાં પડેલા કોઈ ખોરાકને આરોગવા માટે ટોળામાં આવી રહ્યા છે અને શિસ્તબદ્ધ રીતે ખોરાકની જિયાફત માણી પરત ફરી રહ્યા છે. આ દૃશ્યથી એક તરફ નદીમાં મગરોના વર્ચસ્વનો ભય પણ દેખાયો છે તો આ નજારો સ્થાનિકોએ એક લહાવા તરીકે પણ ગણાવ્યો હતો.
 
ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.
 
આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે. તો ચોમાસાની ઋતુમાં નદી જ્યારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10મીએ રાહુલ ગાંધી દાહોદમાં, 11મીએ કેજરીવાલ રાજકોટમાં, આગામી સપ્તાહમાં મોદી આવે તેવી પણ શક્યતાઓ