ભરૂચમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી,
આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICUમાં 27 દર્દીઓ દાખલ હતાં. મૃત્યુ પામેલા લોકોમાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 14 લોકોના મૃત્યુ થયા
ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલમાં બપોરે સાડા બાર વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંભાળ માટે કોવિડ સેન્ટર છે. દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં આ અકસ્માતમાં 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં.બે લોકોના મોત પછી થયા
વેંટીલેટર, બેડ, ICU તમામ મેડિકલના સાધનો બળીને ખાખ થઈ ગયા. આગમાં દર્દીઓ જીવતા ભૂંજાય ગયા હતા. મોડી રાતે લાગેલી આગના સમાચાર મળતા આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ હોસ્પિટલના કાચ તોડીને 20થી વધુ દર્દીઓના જીવ બચાવ્યો હતો.
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ જાણવા મળ્યુ છે.
ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.
આ ઘટના એટલી ગંભીર અને દર્દનાક હતી કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા તો બીજી તરફ આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવીડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે.મુખ્યમંત્રીએ આ આગ દુઘર્ટનામાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી છે