Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટની બેઠક મળશે, આગામી 100 દિવસના એજન્ડા પર ચર્ચા થશે

cabinet meeting
, બુધવાર, 21 ડિસેમ્બર 2022 (19:08 IST)
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ વિધાનસભાનું એક દિવસીય સત્ર પૂર્ણ થયું છે. જેમાં સુધારા ઈમ્પેક્ટ બીલ સર્વાનુંમતે પાસ કરવામાં આવ્યું હતું. બીજી તરફ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી હોવાથી આજની કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હતી. જે હવે આવતીકાલે સવારે મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર આ બેઠકમાં આગામી 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત વિદેશમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે ગુજરાતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

આજે મુખ્યમંત્રી દિલ્હી ગયાં હતાં. જ્યાં તેમણે  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતને કારણે આજે મળનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં આગામી 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત વિદેશમાં વધી રહેલા કોરોનાના કેસો સંદર્ભે ગુજરાતમાં શું તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ અને વડોદરાના કોરોના સંક્રમિત  દર્દીમાં ઓમિક્રોન BF7વેરિયન્ટના લક્ષણો દેખાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ આ નવા વેરિયન્ટને લઈને હરકતમા આવ્યો છે. આરોગ્ય વિભાગે જિનોમ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ ચીનમાં નોંધાયેલ વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. નવો વેરિયન્ટ મલી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ  શરૂ કરાશે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના  BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી  જુલાઇ-ઓક્ટોમ્બર-નવેમ્બર -૨૦૨૨માં નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી.જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં મોટો ઉલટફેર, રમીઝ રાજાની ખુરશી ગઈ, જાણો કોણ બન્યા નવા PCB ચીફ