Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓને ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે.

shapathvidhi
, સોમવાર, 12 ડિસેમ્બર 2022 (20:05 IST)
ગાંધીનગરમાં આજે રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે શપથગ્રહણ કર્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક અને ઉપદંડક અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. વિધાનસભામાં દંડકની સાથે હવે 4 ઉપદંડકનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં વડોદરા બાલકૃષ્ણ શુક્લ મુખ્યદંડક હશે તો જગદીશ મકવાણા, વિજય પટેલ, રમણ સોલંકી અને કૌશિક વેકરીયા ઉપદંડક હશે. દરમિયાન આજે પ્રથમ કેબિનેટની મિટિંગમાં મંત્રીઓએ ખાતાની ફાળવણી કરાશે તેમજ ગાડી, બંગલો સહિતની સુવિધાઓ પણ જાહેર થશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધી યોજાઈ હતી, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નવી સરકારમાં 8 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી, 2 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હાવાલો જ્યારે 6 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. તે ઉપરાંત આજે મળેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવમાં આવી હતી. જેમાં 
 
કનુભાઇ મોહનભાઇ દેસાઇ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
 
ઋષિકેશભાઇ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
 
રાઘવજીભાઇ પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
 
બળવંતસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
 
કુંવરજીભાઇ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
 
મુળુભાઇ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
 
ડો. કુબેરભાઇ ડીંડોર
આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
 
ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
 
હર્ષ સંઘવી
રમત ગમત અને યુવક સેવા
 
જગદીશ વિશ્વકર્મા
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી
 
 
પરષોત્તમ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન
 
બચુભાઇ ખાબડ
પંચાયત, કૃષિ
 
મુકેશભાઇ જે. પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
 
પ્રફુલ્લભાઇ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
 
ભીખુસિંહ પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા
 
કુંવરજીભાઇ હળપતી
આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: હારવા છતા પાકિસ્તાનની હેકડી ગઈ નથી ? સ્ટોક્સ સાથે કરી શરમજનક હરકત