Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત: 75 મુમુક્ષુઓએ લીધી દીક્ષા, દીક્ષા લેવાના કાર્યક્રમને લઇને જૈન ધર્મમાં અનેરો ઉત્સાહ

સુરત: 75 મુમુક્ષુઓએ લીધી દીક્ષા, દીક્ષા લેવાના કાર્યક્રમને લઇને જૈન ધર્મમાં અનેરો ઉત્સાહ
, સોમવાર, 29 નવેમ્બર 2021 (18:20 IST)
વેસુ વિસ્તારમાં બનાવવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે મહિલા, પુરુષો અને બાળકો મળીને કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલતા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી છે. દીક્ષા લેવાના કાર્યક્રમને લઇને જૈન ધર્મમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત આવીને તમામને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે
 
આજના દીક્ષા મહોત્સવની ચાર દિવસથી દીક્ષાની ઘડીનો આતુરતાથી રાહ જોવાઈ રહ્યો હતો. મળસ્કે 4.41 મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા હતા. સંયમના માર્ગ પર આગળ વધેલા મુમુક્ષુઓને આજે નવા નામકરણ અને વિધિ પણ પૂર્ણ થઈ હતી. કેશ લુંચનની વિધિ વખતે ખૂબ અવલોકી દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો લોકોએ આજના પ્રસંગે ઉપસ્થિત રહીને ઐતિહાસિક સ્થળોને જોઇ ધન્યતા અનુભવી હતી.
 
મુમુક્ષોના ચહેરા ઉપરનું સ્મિત તમામને આકર્ષે એવું હતું. સંસારનો માર્ગ છોડીને સંયમના માર્ગે ઉપર આજે 75 જેટલા મુમુક્ષુઓએ પગલાં પાડતા તેમના સંતો મહંતોએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. જૈનાચાર્ય વિજય યોગ તિલકસુરેશ્ર્વરજીની વાણીનો પ્રભાવ એટલો હતો કે તમામ મુમુક્ષુઓ નતમસ્તક થઈને તેમના હાથે દીક્ષા લેવા માટે અધીરા થયા હતા. આખરે 75 મુમુક્ષુને દીક્ષા ગ્રહણ કરી લેતા કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs NZ, Highlights, 1st Test, Day 5: ડ્રો થઈ કાનપુર ટેસ્ટ મેચ, જીતના નિકટ આવીને ચુક્યુ ભારત