ભારત ન્યુઝીલેંડ વચ્ચે કાનપુર ટેસ્ટ ડ્રો થઈ ગઈ. ભારતે પહેલા દાવમાં 345 રન જ્યારે કે બીજા દાવમાં 7 વિકેટ પર 234 રન બનાવીને રમત જાહેર કરી દીધી હતી. ન્યુઝીલેંડે પહેલા દાવમાં 295 રન બનાવ્યા હતા. ટીમ ઈંડિયાને પહેલા દાવના આધાર પર 49 રનની બઢત મળી હતી. ભારતે 284 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. છેવટ સુધી ભારતે નવ વિકેટ મેળવી લીધી હતી. તેને જીત માટે માત્ર એક વિકેટની જરૂર હતી પણ રચિન રવીન્દ્ર અને એજાજ પટેલે અંતિમ વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી અને મેચને ડ્રોમાં ફેરવી. ખરાબ રોશનીને કારણે મેચ જલ્દી ખતમ કરવામાં આવી જેનુ ભારતને નુકશાન થયુ.
98મી ઓવર મેડન રહી જ્યારબાદ બંને ટીમો વચ્ચે આ કાનપુર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ. ખરાબ રોશનીને કારણે મેચને ખતમ કરવામાં આવી. ટીમ ઈંડિયા ખૂબ નિરાશ હશે કારણ કે તેઓ આ જીતથી ફક્ત એક વિકેટ જ દૂર હતુ. જો કે રચિન રવિન્દ્ર અને એજાજ પટેલની અંતિમ વિકેટની ભાગીદારી ટીમ ઈંડિયને ભારે પડી ગઈ અને જીત તેમના હાથમાંથી સરકી ગઈ.
બીજા દાવ સાત વિકેટ પર 234 રન પર જાહેર કરીને ન્યુઝીલેંડને 284 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય જમીન પર વિદેશી ટીમે ક્યારેય આટલા મોટા લક્ષ્યનો પીછો કરીને જીત નોંધાવી નથી. રેકોર્ડ વેસ્ટઈંડિઝના નામે છે. જેને 1987માં નવી દિલ્હીમાં 276 રનનો લક્ષ્ય મેળવ્યો હતો. બીજા દાવમાં કીવી ટીમની એક વિકેટ પડી ચુકી છે.
ટી બ્રેક પછી પહેલી ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલ્સ (1 રન)ને LBW કરી કીવી ટીમની 5મી વિકેટ લીધી હતી. જોકે નિકોલ્સે રિવ્યૂ લીધો પરંતુ મિડલ ઓફને હિટ કરતા તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. ત્યારપછી જાડેજાએ કેપ્ટન કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કરી કીવી ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ત્યારપછી ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ બંલ્ડલને આઉટ કરી કીવી ટીમની 7મી વિકેટ પાડી હતી.
- જાડેજાએ જેમિસન બાદ ટિમ સાઉથીને પેવેલિયન મોકલીને પોતાની ટીમની જીત નજીક લાવી દીધી છે. ન્યુઝીલેન્ડનો સ્કોર હાલમાં 155-9 છે.
- રવિન્દ્ર જાડેજાએ કાયલ જેમિસનને આઉટ કરીને ભારતને આઠમી સફળતા મેળવી હતી. આ સાથે ભારત આ મેચ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ન્યુઝીલેન્ડનો સ્કોર 147-8 છે.
- 83 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 143-7 છે. આજે 12 ઓવર રમવાની બાકી છે અને ભારતને આ મેચ જીતવા માટે 3 વિકેટની જરૂર છે.