Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટુડેંટને પોતાનો ન્યુડ ફોટો મોકલીને કારમાં બોલાવતી હતી ટીચર, આ રીતે ખુલી પોલ

સ્ટુડેંટને પોતાનો ન્યુડ ફોટો મોકલીને કારમાં બોલાવતી હતી ટીચર, આ રીતે ખુલી પોલ
, સોમવાર, 29 નવેમ્બર 2021 (16:59 IST)
એક મહિલા ટીચરની હરકત એ સમયે સામે આવી જ્યારે તે પોતાના જ વિદ્યાર્થીઓને પોતાના ખોટા પગલાથી શિકાર બનાવતી હતી. પહેલા તે પોતાનો ન્યુડ ફોટો તેમને મોકલતી હતી. ત્યારબાદ તે  તેમને કારમાં બોલાવતી હતી. આ મહિલા ટીચરની પોલ ત્યારે ખુલી જ્યારે તેને પોતાના જ એક સ્ટુડેંટને પોતાની ન્યુડ ફોટો મોકલી અને તેની સાથે રિલેશન બનાવ્યુ. તેનો ખુલાસો પણ ખૂબ આશ્ચર્યજનક રીતે થયો. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના અમેરિકાના મિસૌરીની છે. ડેલી સ્ટારની એક રિપોર્ટ મુજબ અહીની એક શાળામાં ભણાવનારી મહિલા શિક્ષક સાથે સંબંધહિત આ ઘટના સામે આવ્યા બાદ શાળાના સંચાલક હેબતાય ગયા. આ ટીચરે પોતાના જ સ્ટુડેંટ સાથે એવી હરકત કરી કે તેની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ તેને નોકરી પણ ગુમાવવી પડી. 
 
રિપોર્ટ મુજબ ટીચરે એક સ્ટુડેંટને પોતાની ન્યુડ ફોટો મોકલીને કારમાં બોલાવ્યો અને તેની સાથે સંબંધ બનાવ્યો. આ દરમિયાન એ સ્ટુડેંટના માતા-પિતાને શક થયો તો તેમણે બાળકની પૂછપરછ કરી. બાળકના માતા-પિતા પોલીસ પાસે પહોંચી ગયા અને મામલાની તપાસ શરૂ થઈ. તપાસ અધિકારીઓની પૂછપરછમાં બાળકોએ સ્વીકાર કર્યુ કે તેમને ટીચરના કહેવાથી અને દબાણમાં આવીને તેની સાથે સંબંધ બનાવ્યા છે. 
 
એટલુ જ નહી અધિકારીઓએ વિદ્યાર્થીની પૂછપરછ પછી તેના મોબાઈલમાં મેસેજ જોયો. મેસેજમાં ટીચરે પોતાની ન્યુડ ફોટો મોકલી હતી અને સાથે જ કેટલીક અશ્લીલ વાતો પણ લખી હતી. વિદ્યાર્થીએ જણાવ્યુ કે તેમણે એક નદીના કિનારે તેની કારમાં શારીરિક સંબંધ બાધ્યા. તે દારૂ પી રહી હતી અને તેને પણ ડ્રિંક આપ્યુ પણ વિદ્યાર્થીએ દારૂ પીવાની ના પાડી હતી. 
 
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે અને હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ ટીચરને પોતાના ત્રણ વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવવા બદલ દોષી ઠેરવ્યા છે. કોર્ટે મહિલા ટીચરને 20 વર્ષ માટે જેલમાં મોકલી દીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુનિયન બેંક સાથે આચરાઇ 44.64 કરોડની છેતરપિંડી, સાત સ્થળો પર સીબીઆઈના દરોડા