Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત, હૈયાફાટ રૂદન અને વલોપાતથી ગામોમાં અજંપો

lathakand
, બુધવાર, 27 જુલાઈ 2022 (09:07 IST)
લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
 
FIRનો સારાંશ
હું એસ.ડી. રાણા પો. સબ.ઇન્સ. રાણપુર પોલીસ સ્ટેશન જી. બોટાદ...
તા.26/07/2022 રાણપુર પો.સ્ટે.અમોત નંબર-09/2022 સીઆરપીસી કલમ 174 મુજબના બનાવની દેવાગણા ગામે તપાસ કરતાં અમોને જાણવા મળેલ કે મરણ જનાર વાઘજીભાઇ મોહનભાઇ મકવાણા રહે. કોરડા તા. ચુડા હાલ રહે. દેવગણા તા. રાણપુરવાળાઓ દારૂ પીવાની ટેવવાળા હોય અને દેવગણા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ અજિતસિંહ ચુડાસમાના ગલ્લેથી કૅમિકલ જેવું પ્રવાહી પીવાના કારણે મરણ ગયેલ છે તેવી હકીકત મળતા ગલ્લે ચેક કરતાં એક પ્લાસ્ટિકની થેલીમાં આશરે પાંચ લીટર જેટલું રંગહિન કૅમિકલ જેવું પ્રવાહી મળી આવેલ, અને મહેન્દ્રસિંહની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, વાઘજીભાઇ તા.24/07/2022ના રોજ ગલ્લેથી 2 પોટલી કિ.રૂ.40 આપીને લઇ ગયેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Madhya Pradesh News: ગ્વાલિયરમાં ઘરનું ઈલેક્ટ્રીસિટીનું બિલ આવ્યું 3400 કરોડ, પિતા-પુત્રીનું બીપી વધ્યું, જાણો શું છે મામલો