Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓખાના દરિયામાંથી 300 કરોડનું 40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયા, 10 પાકિસ્તાનીઓની ધરપકડ

26/11 ની સ્ટાઈલમાં દાખલ થવા માંગી રહ્યા હતા પાકિસ્તાની, ATS અને કોસ્ટગાર્ડએ પકડી હથિયારો ડ્રગ્સ ભરેલી નોંકા

40 kg heroin worth 300 crore seized, arms seized, 10 Pakistanis arrested
, સોમવાર, 26 ડિસેમ્બર 2022 (22:26 IST)
ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
webdunia

ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ પકડાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. દ્વારકાના દરિયામાંથી આશરે 300 કરોડની કિંમતના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વખતે પણ હથિયારો અને હેરોઈનની હેરાફેરીને રોકવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પુછપરછ શરૂ કરાઈ છે. તેમની પાસેથી પિસ્ટલ કારતૂસ મળ્યા હોવાની પણ વિગતો મળી છે.સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વિવાદ વકર્યો, VHPએ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યાં