Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપલેટામાં ડ્રાઈવરે બસ રિવર્સ લેતાં જોખમી પુલ પર બસ લટકી ગઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

upleta news
, સોમવાર, 26 ડિસેમ્બર 2022 (15:02 IST)
રાજકોટના ઉપલેટામાં આજે સવારે મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. એસ ટી બસના ડ્રાઈવરે બસ રિવર્સ લેતાં જ બસ જોખમી પુલ પર લટકી ગઈ હતી. જેના લીધે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આ સમયે મુસાફરો બસનો પાછળનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. આ દરમિયાન જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લેતાં જ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી.  જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી.આ પુલની હાલત પણ ખખડધજ જોવા મળી હતી.આ પુલ પરથી મોટાં વાહનો પણ પસાર થઈ રહ્યાં છે. જર્જરીત થયેલા આ પુલ પર મોટો અકસ્માત સર્જાઇ શકે એવી ચર્ચા ઊઠી છે.આ પુલનું સમારકામ જલદીથી કરવામાં આવે એવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પુલ હાલ અતિજર્જરિત હાલતમા જોવા મળે છે. આ પુલ તૂટી ગયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પુલ કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જીને અનેક ગામો તથા એમાં રહેતા લોકોનો રસ્તો બંધ કરી કોઈનો જીવ પણ લઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ તરત જ મળી જશે આ રીતે, ખૂબ જ સરળ ટેકનિક