ઉત્તરાયણ પર્વ દરમિયાન ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પતંગની દોરીથી ડઝનેક લોકોના ગળા કપાવવાથી મોત થયા છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં શનિવારે બપોરે ત્રણ વર્ષની ક્રિષ્ના ઠાકોર, જે તેની માતા સાથે ઘરે જઈ રહી હતી, તેનું પતંગની દોરીથી ગરદન કાપવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ પર્વે પતંગ-દોરીથી ઈજા પામીને કે પતંગ ચગાવતા જતાં કે મકાન પરથી પડી જવાના કારણે કે ૧૧ જણાએ જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધારે નાના બાળકોનો સમાવેશ થયો છે. ઉત્તરાયણમાં 130 લોકોને ઈજા અને 46 લોકો ધાબેથી પડ્યા છે. આમ આ ઉત્તરાયણમાં દોરી એ મોતની દોરી બની ગઈ છે. આ પર્વમાં 456 મારામારીના બનાવો બન્યા છે. આમ તહેવારમાં લોકોએ મજાની સાથે દોડાદોડી પણ કરી છે. 100 લોકોને તો ટાંકા લેવા પડ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે લોકો દોરીથી ઈજાગ્રસ્ત બન્યા છે.
રાજ્યમાં પતંગની દોરીને કારણે ગળું કપાઈ જવાના અને ઈજા થવાના અનેક બનાવો બન્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 2916 ઈમરજન્સી કેસ નોંધાયા છે. નોંધનીય છે કે વર્ષ 2022માં 2638 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષે 278 વધુ ઈમરજન્સી કેસ નોંધાયા છે.
રાજ્યમાં દિવસભર સર્જાયેલા અકસ્માતોની વાત કરીએ તો જેતપુરના અમરનગર રોડ પર એક બાઇક સવારનું ગળું કપાયું હતું. હવે યુવક ગંભીર રીતે ઘાયલ છે. જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકને 8 ટાંકા આવ્યા છે. આ ઉપરાંત જેતપુરમાં પતંગની દોરીથી કુલ 11 લોકો ઘાયલ થયા છે. જેઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પીજીવીસીએલના કર્મચારીને નાક પર પતંગની દોરી વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ- ઈમરજન્સીના કુલ કેસની પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વનવિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ સક્રિય રહ્યાં હતા. રાજ્યભરમાં 1200થી વધુ પક્ષીઓ અને 1700થી વધારે પશુઓને સારવાર આપવામાં આવી હતી. લોકોએ આ ઉત્સવ માણ્યો છે પણ આ ઉત્તરાયણમાં અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ, બરોડા અને સુરતમાં પણ દોરી વાગવાની અને અકસ્માતની ઘટનાઓ બની છે. ઉત્તરાયણમાં મારામારીની સૌથી વધારે 91 ઘટના અમદાવાદમાં બની છે