Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ટાઢોડિયું છવાયું: 10 વર્ષમાં પહેલીવાર નલિયામાં 1.4 ડિગ્રી તાપમાન

Cold wave
, સોમવાર, 16 જાન્યુઆરી 2023 (08:50 IST)
ભારતમાં જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર ઉત્તર ભારત અને ગુજરાત સુધી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ભારે ઠંડીના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પણ શીત લહેર યથાવત છે. ગુજરાતના 11 શહેરો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાનનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં રેકોર્ડ બ્રેક ઠંડી. કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં 1.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
 
10 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત નલિયામાં સૌથી વધુ 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. તો બીજી તરફ ગુજરાતના ભુજનું તાપમાન આજે 7.6 ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમ કચ્છના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. નખત્રાણા, અબડાસાના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.
 
રાજકોટમાં પણ આજે રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થયો હતો અને સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન એક ડિગ્રીથી ઘટીને 8.4 ડિગ્રી થયું હતું. આ વિસ્તારમાં આટલી ઠંડીના કારણે લોકો ઠુંઠવાઇ ગયા છે. ઠંડીના લીધે નખત્રાણા, અબડાસાના અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે. હવામાન વિભાગે 19 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતના નલિયા, ડીસા, ગાંધીનગર, વલસાડ, નર્મદા અને અનેક શહેરોમાં હવામાનનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. કડકડતી ઠંડીથી બચવા લોકોએ ગરમ કપડાં અને હીટિંગનો સહારો લેવો પડે છે.
 
ભારતીય હવામાન વિભાગની વેબસાઈટમાં દર્શાવેલ માહિતી મુજબ ગુજરાતના 11 શહેરોમાં સૌથી ઠંડુ તાપમાન નોંધાયું છે. ખાસ કરીને નલિયામાં પારો 1.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. આટલા નીચા તાપમાનના કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા છે. નલિયા ઉપરાંત વલસાડમાં 5.9 ડિગ્રી, નર્મદામાં 6.6 ડિગ્રી અને પાટણમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 
ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાત રાજ્યના 13 શહેરોમાં 10 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 10 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી અને અમરેલીમાં 10.3 ડિગ્રી તાપમાન છે. જ્યારે ઓખામાં તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.
 
ગુજરાત સહિત દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો નીચે ગગડ્યો છે. અહીં ફરી એક વખત પારો માઇનસમાં પહોંચ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ - 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ઠંડા પવનોથી માઉન્ટ આબુની પર્વતીય ખીણો બરફથી ઢંકાઈ છે. આબુમાં ચારેય તરફ બરફની ચાદરો છવાય ગઈ છે. મેદાનો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડીની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે.
 
હવમાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ સુધી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન પારો 3થી 6 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રીની આસપાસ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs SL: ભારતે 317 રનથી શ્રીલંકા હરાવ્યું, વર્લ્ડ રેકોર્ડ સાથે ODI શ્રેણી કબજે કરી