ઉત્તર પ્રદેશ અને અયોધ્યા સહિત આખા દેશ માટે 22 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક રહ્યો, 5 શતાબ્દિઓ પછી પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં વિરાજ્યા.
અયોધ્યામં રામ જન્મભૂમિ પર બનેલ ભગવાન શ્રી રામના મંદિર માટે સૂરતના ડાયમંડ વેપારીએ 11 કરોડ રૂપિયાની કિમંતનો એક મુગટ દાન કર્યો છે. મુગટ દાન કરવા માટે ડાયમંડ વેપારી પોતાના પરિવાર સહિત પોતે અયોધ્યા રામ મંદિર પહોચ્યા હતા.
સૂરતના ડાયમંડ વેપારી મુકેશ પટેલે પોતાની ગ્રીન લૈબ ડાયમંડ કંપનીમાં જ સોનુ, ડાયમંડ અને નીલમ જડિત કુલ 6 કિલો વજનવાળો ભગવાન રામલલા માટે મુગટ તૈયાર કરાવ્યો હતો. 11 કરોડ રૂપિયાનો મુગટ ભેટમાં આપવા માટે હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ પરિવાર સાથે રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલા અયોધ્યા પહોંચ્યા હતા.
તેમણે મંદિરના મુખ્ય પુજારીને ગર્ભ ગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને ભગવાન શ્રી રામલલા માટે તૈયાર કરવામાં આવેલો સોનુ અને અન્ય આભૂષણ જડિત મુગટને અર્પિત કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યુ કે ગ્રીન લૈબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ ભાઈ પટેલે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્દ નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામ માટે કેટલાક આભૂષણ અર્પણ કરવા વિશે વિચાર્યુ હતુ.