Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભામાં 156 સુધી પહોંચ્યા, હવે કોંગ્રેસના મૂળિયાં ઉખાડવાના છેઃ વજુભાઈ વાળા

vajubhai vada
રાજકોટ , મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (13:58 IST)
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ ફરી લોકસભા ચૂંટણીના કાર્યમાં સક્રિય બની ગયો છે. આજે રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે.આજે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં 156 સુધી પહોંચી ગયા અને હજુ વિકેટો પડવાની છે, કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવાના છીએ. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. 
 
ગુજરાત વિધાનસભામાં આપણે 156 પહોંચી ચૂક્યા છીએ
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું સામાન્ય કાર્યકર હતો, છું અને રહીશ. 1967માં ચીમનભાઈ શુક્લ એકમાત્ર ધારાસભ્ય હતા. લોકસભામાં માત્ર 2 સાંસદ સભ્ય હતા. આજે ગુજરાત વિધાનસભામાં આપણે 156 પહોંચી ચૂક્યા છીએ અને હજુ કેટલીક વિકેટો ખડવાની છે. કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવાના છીએ. લોકસભામાં 2 સાંસદ હતા જેમાં એક એ.કે. પટેલ અને બીજા આંધ્ર પ્રદેશમાંથી હતા. આજે 2માંથી 303 સુધી પહોંચી ગયા છીએ અને હવે 373 પહોંચી જઈશું. આ આપણા કાર્યકર્તાની તાકાત છે. કાર્યકર્તા વગર આ શક્ય નથી.
 
મગજમાં ક્યારેય ગવર્નરનો વિચાર રાખ્યો નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે, મને ખબર છે કે, રાજકોટમાં ચીમનભાઈના કાર્યાલયમાં અઠવાડિયે માત્ર 3 કાર્યકર્તા આવતા હતા. આજે આ કાર્યાલયના ઉદઘાટનમાં ખુરશીઓ ખૂટી પડી છે અને કાર્યકર્તાઓ તડકામાં ઉભા છે. આ ભાજપની તાકાત છે અને ભાજપનું સાચું બળ છે. હમે દિન ચાર રહે ન રહે મા તેરા વૈભવ અમર રહે. માતૃભૂમિ માટે થઈને જે લડવાવાળા છે એ જ કાર્યકર્તા છે. આવુંને આવું જોર તમારા વિસ્તારમાં કામ કરવામાં રાખજો, ભાઈ મુકેશભાઈએ થોડીક મારામાં હવા ભરી. ભાઈ અમે ગર્વનર તરીકે મગજમાં ક્યારેય ગવર્નરનો વિચાર રાખ્યો નથી. અમે મંત્રી હતા કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા તેવો પણ કોઈ દિવસ અનુભવ કર્યો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pakistan Reaction on Ram Mandir: રામભક્તોની ખુશી પાકિસ્તાનને ખૂંચી, પાકિસ્તાનના વિદેશમંત્રીએ કરી નિંદા