લિંબાયત વિસ્તારમાં રહેતી યુવતિને તેના જ વિસ્તારમાં રહેતો યુવક પ્રેમજાળમાં ફસાવી પશ્ચિમ બંગાળ ભગાડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
યુવતી નાસી જતા પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે યુવતિને બંગાળના માલદા લઈ જવાઈ હોવાની જાણકારી મળી હતી.
જેથી પોલીસની ટીમે યુવતિને શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યાંથી પોલીસે યુવતિને છોડાવી લીધી હતી.
જોકે, આરોપી ફરાર થઈ ગયો હતો. તેથી યુવતિઓને બંગાળ લઈ તેની પાસે ધર્મપરિવર્તનથી લઈને
બદકામ કરાવાતુ હોવાની આશંકા સુત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
લિંબાયત વિસ્તારમાં રહેતી સંજના (નામ બદલ્યુ છે)ને તેના વિસ્તારમાં રહેતો શેખ શાહરુખ નામનો યુવક ગત તારીખ ૩૧મીના રોજ ભગાડી ગયો હતો.
જેથી યુવતિના પરિવારે આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા યુવતિ પશ્ચિમ બંગાળના માલદા પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળ્યુ હતું.
જેથી પોલીસની ટુકડી પ.બંગાળ પહોંચી હતી. તેમજ ૭થી ૮ દિવસ સુધી રેકી કરી સ્ટેટ કંટ્રોલની મદદથી યુવતિને બચાવી લીધી હતી.
લિંબાયત પોલીસના પીઆઈ બીએમ પરમારની અધ્યક્ષતામાં બનેલી પીએસઆઈ એસએઆઈ મહિલા
કોન્સ્ટેબલ સહિતની ચાર જણની ટીમે બંગાળમાં ૭થી ૮ દિવસ સુધી રેકી કરી યુવતિને બચાવી હતી.
તેમજ યુવતિને સુરત લઈ આવવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતિને લિંબાયત પરત લાવ્યા બાદ જ મામલામાં સાચી હકિકત સામે આવશે.
જોકે, હાલ પોલીસને આશંકા છે કે યુવતિ પાસે બદકામ કરાવવામાં આવ્યુ હોઈ શકે છે તેમજ તેનુ ધર્મ
પરિવર્તન પણ કરાવવામાં આવ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.