Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીન : કર્જ વસૂલી કરવા માટે નગ્ન તસ્વીરો

ચીન : કર્જ વસૂલી કરવા માટે નગ્ન તસ્વીરો
, બુધવાર, 15 જૂન 2016 (15:34 IST)
કર્જ વસૂલી માટે કર્જદાતા વિવિધ પ્રકારના ઉપાયો અજમાવે છે. પણ કર્જદારને શરમશાર કરવાનો ભય બતાવીને વસૂલી કરવાની અનોખી રીત ચીનમાં અજમાવાય રહી છે. 
ચીનના સરકારી મીડિયાના મુજબ દેશમાં ગેરકાયદેસર બેંક કર્જ વસૂલી માટે ગ્રાહકોની નગ્ન તસ્વીરો ગિરવે મુકવામાં આવે છે. આ બેંક કર્જ લેનારાઓના સંબંધીઓ વિશે માહિતી લેવા ઉપરાંત કર્જદારની નગ્ન તસ્વીર પણ જમા કરાવી રહી છે. 
 
સરકારી છાપુ ચાઈના ડેલી મુજબ આ તસ્વીરોમાં કર્જદારને પોતાની રાષ્ટ્રીય ઓળખ પત્ર સાથે ફોટો પડાવવાનો  હોય છે. આ બેંક કર્જ પરત કરવામાં નિષ્ફળ રહેતા કર્જદારોની આ તસ્વીરોને સાર્વજનિક કરવાની ધમકી આપે છે. 
 
આવામાં કર્જદારને શર્મિદગી અને પોતાની બદનામીનો ભય રહે છે. જો કે આ બેંક કર્જદારો પાસેથી ખૂબ ઉંચા દરે વ્યાજ વસૂલ કરે છે. ચીનની સરકારી બેંક ગરીબ ચીની નાગરિકોને સહેલાઈથી લોન આપતી નથી. તેથી ગેરકાયદેસર રીતે આ રીતે લોન આપનારા ખૂબ વધી ગયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડને બોંબથી ઉડાવી દેવાની આંતકવાદીઓની ધમકી