આજે ભરુચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો શિક્ષાવર્ગની પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરુચના શિતળા માતાના મંદિરે છેલ્લા ૧૦ દિવસથી શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પૂર્ણાહુતિ સમારોહ શુક્રવારના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ડૉ. પ્રવિણ તોગડિયાએ નર્મદા નદીના કિનારે આવેલ મહાદેવજીના મંદિરે અભિષેક કર્યો હતો. તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા પૂર્ણાહુતિ સમારોહનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યુ હતુ કે, ભારતનું બંધારણ બદલી હિન્દુ રાષ્ટ્રનું નવુ બંધારણ બનાવવું જોઈએ. આ હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે બધાએ એક થવું જ પડશે. વધુમાં તેઓએ ભારતની તમામ રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે, નીલ ગાય અને ડુકરના ત્રાસથી ખેડૂતોને બચાવા વૈજ્ઞાનિક ઢબે પ્રયાસ કરવો જોઈએ. નહીતર ખેડૂતો પાયમાલ થઈજશે. તેઓઓ નીલ ગાયની હત્યાનો પણ વિરોધ કર્યો હતો.
તેમણએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુલબર્ગ હત્યાકાંડમાં 25 હજારનું ટોળું હતું અને તેમાં કોને શું કર્યું તે સાબિત કરવું મુશ્કેલ છે અને નિર્દોષ હિંદુને પકડી પકડીને કાનૂનને હવાલે કરવામાં આવ્યા છે અને નિર્દોષ હિંદુ નિર્દોષ સાબિત થાય એવો જ અમારો પ્રયાસ રેહશે.