Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા - સેલ્ફી લેવા જતા નદીમાં તણાયો

વડોદરા - સેલ્ફી લેવા જતા નદીમાં તણાયો
વડોદરાઃ , શનિવાર, 11 જૂન 2016 (17:33 IST)
શહેરના કારેલીબાગ વિસ્તારનો તુષાર ભટ્ટ તેના મિત્રો સાથે કુલુ મનાલી ફરવા ગયો હતો. ગઈકાલે બપોરે નદી કિનારે સેલ્ફી લેવા જતા લપસી પડતા નદીમાં તણાતા મોતને ભેટ્યો હતો. વડોદરાના 8 મિત્રો 7મી જૂને કુલુ મનાલી ફરવા ગયા હતા. 15 તારીખે પાછા ફરવાના હતા, પરંતુ તે પહેલાં જ ગઈકાલે બપોરે કારેલીબાગ વિસ્તારના 25 વર્ષીય યુવક તુષાર ભટ્ટ નદીમાં અંદર સુધી જય સેલ્ફી લેવા જતા તેનો પગ લપસી જતા તે નદીમાં તણાયો હતો.

કિનારે તેના મિત્રો હાજર હતા, પરંતુ તેઓ તેને બચાવી શક્યા નહોતા. ગઈ કાલે બપોર બાદ ત્યાંના પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ટિમ ઉતારવામાં આવી હતી, પરંતુ હજી સુધી તુષારનો કોઈ જ પતો મળ્યો નથી, જોકે બીજે દિવસે તેમને ટ્રેકિંગ માટે જવાનું હતું. અત્યારે કુલુ મનાલીમાં વરસાદ પડી રહ્યો હોવાથી રેસ્ક્યુ ટીમની તકલીફ વધી છે. વડોદરા કારેલીબાગ વિસ્તારના તુષારના ઘરે બધા ગમગીન બની ગયા છે. મેયર ભરત ડાંગર અને ડેપ્યુટી મેયર યોગેશ પટેલ તેમના ઘરે જઇ પરિવારજનોને મળ્યા હતા, પરંતુ તુષારનો પરિવાર શોકમગ્ન બની ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રના કર્મચારીઓને લીલા લહેર