Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રના કર્મચારીઓને લીલા લહેર

કેન્દ્રના કર્મચારીઓને લીલા લહેર
અમદાવાદ, , શનિવાર, 11 જૂન 2016 (17:21 IST)
ગુજરાતમાં ફરજ બજાવતા કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારીઓના સારા દિવસો હવે  જાણે કે પૂર્ણ થયા હોય તેવુ લાગી રહ્યુ છે.  કારણકે ગત સોમવારથી એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કર્મચારીઓની હાજરી પુરવાની શરુઆત કરી દેવામાં આવી છે. એટલે કે સરકારી બાબુઓને અગાઉ જેમ મોડા-મોડા ઓફિસે આવતા હતા તેની જગ્યાએ હવેથી રોજ વહેલી સવારે ૯ઃ૩૦ વાગ્યે ઓફિસમાં હાજર થઈ જવુ પડશે.

તેમજ સાંજે ૬ વાગ્યે પંચિગ કરીને જ  ઘર જઈ શકશે. આ સિસ્ટમ શરુ થતા જ વર્ષો સુધી મન મુજબ ફરજ બજાવનાર સરકારી જમાઈઓના મોંઢા પરથી લાલી ઉતરી ગઈ છે.  દરમિયાન સર્ચ અને સર્વે માટે બહાર જનાર અધિકારીઓની હાજરી માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.  જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે લોકોને ફાયદો થશે. ઘણીવાર  લોકો  સરકારી ઓફિસોમાં   જ્યારે કામ માટે જતા હોય છે ત્યારે અનેક કર્મચારીઓ ઓફિસના ટાઈમ પહેલા જ ઘરે ચાલ્યા ગયા હોય છે જેથી લોકોને ધક્કા પડે છે.

કેન્દ્રીય કર્મચારીઓનો ઓફિસનો સમય સવારે ૯ઃ૩૦થી સાંજના ૬ વાગ્યા સુધીનો હોય છે. જોકે મોટાભાગના કર્મચારીઓ સમયસર ઓફિસમાં પહોંચતા નથી અને સમય પહેલા જ ઓફિસમાંથી ઘરે ચાલ્યા જાય છે. ખાસ કરીને અપડાઉન કરનાર કર્મચારીઓ ખૂબ ગુલ્લી મારતા હતા. તેઓ ઓફિસના ટાઈમ મુજબ નહીં પરંતુ પોતાના ટ્રેનના ટાઈમ મુજબ પોતાનો શિડ્યુઅલ ગોઠવતા હતા. તેમને હવે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે નિયમિત ઓફિસમાં હાજરી આપવી પડશે. આ સિસ્ટમ અઆવ્યા બાદ હવે મોડા આવનાર કે પછી વહેલા જનાર કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કાવપી લેવામાં આવશે. જેના કારણે સરકારી  કર્મચારીઓને હવે નિયમિત ઓફિસ આવવુ પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#webviral મૈરિટલ રેપની શિકાર મૃત યુવતીને નાની બહેનનો પત્ર