Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાખડી બાંધવાની આ છે સાચી રીત- જાણો 10 જરૂરી વાત

રાખડી બાંધવાની આ છે સાચી રીત- જાણો 10 જરૂરી વાત
, બુધવાર, 14 ઑગસ્ટ 2019 (12:06 IST)
રક્ષાબંધનના તહેવાર માટે બાજર તૈયાર છે. બહેનો પોતાના ભાઈઓ માટે રાખડી ખરીદી રહી છે. જેમના ભાઈ દૂર રહે છે તેમને માટે બહેનોએ પ્રેમના દોરાથી બનેલી રાખડીઓ મોકલી આપી જેથી તેમના ભાઈનો હાથ ખાલી ન રહે. ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવનારો આ તહેવાર આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવાશે. 
 
રક્ષાસૂત્ર હોય છે રાખડી 
 
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી ખરીદે છે. જે તેમના સ્નેહ અને પ્રેમનુ પ્રતિક હોય છે.  રાખડી રક્ષાસૂત્ર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ રક્ષાસૂત્ર કોઈપણ બલાથી ભાઈઓની રક્ષા કરે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનોને પણ તેમની રક્ષા કરવાનુ વચન આપેછે. 
 
આ રીતે ઉજવાય છે રક્ષાબંધન 
 
- રક્ષાબંધનના દિવસે બહેનો રાખડી બાંધતા પહેલા પોતાના ભાઈને તિલક લગાવે છે. 
- ત્યારબાદ ભાઈના એક હાથમાં નારિયળ આપે છે 
- બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને તેની નજર ઉતારે છે. (સોપારી અને સિક્કો કે સોનાની વસ્તુ માથા પરથી ઉતારવી) 
- ત્યારબાદ તે પોતાના ભાઈઓની આરતી ઉતારતા તેમના લાંબી વયની કામના કરે છે. 
- અંતમાં બહેનો ભાઈઓને મીઠાઈ ખવડાવીને તેમનુ મોઢુ મીઠુ કરે છે. 
 
આ મંત્રના જાપ સાથે બાંધો રાખડી 
 
ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનોએ આ મંત્રનુ ઉચ્ચારણ કરી શકે છે. 
 
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां अभिबन्धामि रक्षे मा चल मा चल।
 
જેનો અર્થ છે જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્ર હુ તને બાંધુ છુ.. જે તારી રક્ષા કરશે .. હે રક્ષે... 
 
ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેને પૂર્વ દિશામાં મોઢી કરીને ભાઈના માથા પર તિલક લગાવવુ. ચોખા લગાવીને આ મંત્રનુ ઉચ્ચારણ કરવુ. અને ત્યારબાદ જમણા હાથમાં રાખડી બાંધવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વીર ચક્ર - વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવનારુ ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે.