Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્મૃતિ ઈરાનીની કાનૂની કાર્યવાહીની ચેતવણી પછી પણ સવાલો કેમ નથી અટકી રહ્યા?

સ્મૃતિ ઈરાનીની કાનૂની કાર્યવાહીની ચેતવણી પછી પણ સવાલો કેમ નથી અટકી રહ્યા?
, રવિવાર, 24 જુલાઈ 2022 (16:42 IST)
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પાર્ટી પર તેમની પુત્રી વિરુદ્ધ "ખોટું અભિયાન" ચલાવવાનો અને "ચારિત્ર્ય હનન"નો આરોપ લગાવ્યો છે.
 

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પર શનિવારે કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે તેમની પુત્રી ગોવામાં "ગેરકાયદેસર" બાર-કમ-રેસ્ટોરાં ચલાવી રહી છે' અને તેમના રાજીનામાની માંગણી કરી હતી.

અંગ્રેજી અખબાર ધ હિંદુ અનુસાર, સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પર "દુર્ભાવનાપૂર્ણ ઝુંબેશ" ચલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું, "18 વર્ષની પુત્રી પ્રથમ વર્ષની કૉલેજ વિદ્યાર્થિની છે અને કોઈ બાર ચલાવતી નથી".

તેમણે ઉમેર્યું, "મારી પુત્રીની ભૂલ એ છે કે તેની માતાએ સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા રૂપિયા 5000 કરોડની લૂંટ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી. એની ભૂલ એ છે કે તેણીની માતાએ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે લડી હતી."

અગાઉ, કૉંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરા તેમજ મહિલા કૉંગ્રેસનાં વડા નેટ્ટા ડિસોઝાએ એક સંયુક્ત પત્રકારપરિષદ સંબોધીને આરોપ લગાવ્યો કે બારનું લાઇસન્સ એક એવી વ્યક્તિના નામે લેવામાં આવ્યું હતું જે હવે હયાત નથી અને આબકારીવિભાગની અધિકારી છે.

જયરામ રમેશે ઉમેર્યું હતું, "શ્રીમતી ઈરાનીના પરિવાર સામેના આરોપો માહિતીઅધિકાર (RTI) અધિનિયમ દ્વારા મેળવેલા દસ્તાવેજો પર આધારિત છે. ખેરાએ કહ્યું હતું કે, "અમે વડા પ્રધાન પાસેથી માગ કરીએ છીએ કે સ્મૃતિ ઈરાનીને કેન્દ્રીય કૅબિનેટમાંથી તાત્કાલિક મંત્રીપદેથી હઠાવી દેવામાં આવે."


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન