આજે 15મી સદીના મહાન સમાજ સુધારક અને કવિ સંત રવિદાસ મહારાજની જન્મજયંતિ છે. આ અવસર પર દેશના ઘણા ભાગોમાં લોકો તેમની પૂજા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માટે દિલ્હીના કરોલ બાગ સ્થિત શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભક્તોની હાજરીમાં મંજીરા વગાડી હતી. વૃદ્ધ મહિલાઓ વચ્ચે સમય વિતાવ્યો. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
દિલ્હીના કરોલ બાગ ખાતે પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામમાં 'શબ્દ કીર્તન'માં ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. એક પૂજારીએ જણાવ્યું કે, આજે શ્રી ગુરુ રવિદાસની જન્મજયંતિ છે. આ અવસર પર દેશભરમાં તેમના મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ મંગળવારે જ કહ્યું હતું કે તેઓ આજે દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચશે. મોદીએ કહ્યું હતું કે તેમણે અહીં લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાં
આ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જોડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ રવિદાસ જયંતીના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની બુધવારે વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજના જન્મસ્થળનાં દર્શન કરશે.